Like This Blog

Develop Your Business Website

Sunday, October 16, 2011

ચટાકેદાર 'કઢાઈ ભીંડી'





ચટાકેદાર 'કઢાઈ ભીંડી'



સામગ્રી:

250 ગ્રામ ભીંડા
1 ટેબલસ્પૂન ચણાનો લોટ
1 ડુંગળી,
2-3 લીલા મરચાં ઝીણા સમારેલા
1/2 ટીસ્પૂન આમચુર પાવડર
1/2 ટીસ્પૂન ધાણાનો પાવડર
1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન જીરુ
1/4 ટીસ્પૂન હળદર પાવડર,
વેજીટેબલ ઓઈલ જરૂર પ્રમાણે
મીઠું સ્વાદ અનુસાર

રીત:

- ભીંડાને ઊભા લાંબા સમારી લો.

- એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં ભીંડાને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય તેટલા તળી લો.

- તળેલા ભીંડાને બાજુમાં રાખી દો. કઢાઈમાં બે ટેબલસ્પૂન જેટલુ તેલ રહેવા દો અને બાકીનુ તેલ બીજા વાસણમાં કાઢી લો.

- તેમાં જીરુ અને લીલા મરચાના ટુકડા ઉમેરીને 30 સેકન્ડ સુધી ફ્રાય કરો. તેમાં ડુંગળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી ફ્રાય કરો.

- તેમાં ચણાનો લોટ અને આમચુર પાવડર ઉમેરીને 3-1 મિનીટ સુધી સાંતળો.

- બાકીની સામગ્રી અને તળેલા ભીંડા ઉમેરો. બરાબર મિક્સ કરો. થોડી સેકન્ડ સુધી પકાવો અને પછી ગેસ પરથી ઉતારી લો.
Related Posts Plugin for WordPress, Blogger...