Monday, October 3, 2011

Today In Facebook


‎"ભગવાન પર ભરોસો "

બિલકુલ બાળકની માફક કરો .

જેને તમો હવા માં ઉછાળો તો તે હસે (smile) છે ......ડરતો નથી ....કારણકે

તેને ખબર છે .......કે તમો તેને નિચે પડવા નહિ દો.............

===============================

જીવન માં કશુંક મોટું મળે ત્યારે નાનાને છોડી ન દો ,

કારણકે સોયની જરૂર પડે ત્યારે તલવાર કામ નથી આવતી.

===============================

Miss You Dear !

બીજાની યાદોથી તો લોકોને Miss You કહેતા જ હોઈએ છીએ

પરંતુ એક વાર આપણો નાનપણ નો ફોટો હાથમાં લઈને Miss You કહેજો....

નાના હતા ત્યારે કેટલા નિર્દોષ હતા, સરળ હતા ,કોમળ હતા ....

એવું લાગશે કે કાશ હું પાછો નાનો બની જાઉં તો કેવું સારું....

==============================

‎8 Best Doctors in world

1-Sunlight
2-Water
3-Rest
4-Air
5-Pranayam
6-Diet
7-Yoga
8-Self Confidence.

Maintain it
at all time in Life.

=============================

This is What Pure Love is ♥

A 5 Yrs Old Boy Went
To A Pharmacy And
Asked The Pharmacist ...
............"This Is The 0nly Money
I Have,
Can I Buy Miracles . . . ? ? ?"

The Pharmacist Confused With
What The Boy Asked And Said...
"Why Do You Need Miracles
For. . . ? ?"

The Boy Replied ...
Because The Doctor Said That
0nly Miracles Can Save My
Mom ... ='( ♥
Like If You Love Your Mom :)


====================


બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

- અદમ ટંકારવી (ગુજલિશ ગઝલો માંથી સાભાર )


=========================


વસંત ઋતુ

મુંબઈની એરકંડીશન ઓફિસમાં બેસી…
ટપ…ટપ…ટપ…ટપ ટાઇપરાઇટરના અવાજ…
ગાડી - મોટર - રિક્શા - ટેક્ષીઓના હોર્ન…
ફેરીયાઓની ધમાલ…ની વચ્ચે…બેસી…
હું વસંત ઋતુનુ વણૅન કરવા બેઠો…

- હસમુખ ધરોડ ‘અંકુર’


==========================


ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.
જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.
મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.
મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે !
સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?

- જવાહર બક્ષી


==========================


સાથે હતા તે બધા સામે થઇ ગયા,
પ્રેમની કબુલાત બહું મોંઘી પડી

.....ડો. ઇન્તેખાબ અનસારી

==========================

દુનિયા ન કોઈ વાત બરાબર કહેશે,

લૂંટો જો જગતને તો સિકંદર કહેશે;

ખૂલીને રજૂ કરશે એ ઉલ્ટી રીતે,

પાણીમાં કરો માર્ગ તો પથ્થર કહેશે..

-મરીઝ..


==========================


રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો;
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?
પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું;
ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં;
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.
રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી;
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે, ક્રુર કો હસ્તનો હા!
પાણો ફેકેં તમ તરફ રે! ખેલ એ તો જનોના.
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ભાન ભૂલી;
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી.

-કવિ કલાપી


========================


સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા................

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો.

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.

સંત પુનિતની રચના


==================================


આ જીવન એક સંગ્રામ છે,

એમાં યુદ્ધ જેવી તત્પરતા જેઓ રાખતા નથી

તેઓ હારી જાય છે, પરંતુ

જેઓ પ્રયત્ન અને પુરુષાર્થનું ગાંડીવ ઉઠાવીને

યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે

તેઓ જ અંતે જીતે છે.

~પંડિત શ્રી રામ શર્મા


================================


કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

અંબા માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ!

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલ્યા ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

અંબાજી ગામ પધરાવ્યો ઓલ્યા ગરબો
અંબાજી ગામ પધરાવ્યો રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા


=============================


માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો. _______________અવિનાશ વ્યાસ


===================================


♥ સુખ નથી આવતુ દુ:ખ વગર.

♥ પ્રેમ નથી મળતો નફરત વગર.

♥ માટે ભરોસો રાખજો ઇશ્વર ઉપર,

♥ કેમ કે ઇશ્વરે સાગર નથી બનાયો કિનારા વગર.

===================================

જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,
સાચ્ચું કહું છું, આપણને વાત જરાય ના ગમી.

પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી.

ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.

દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ેશન.

શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે ?

ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ?
મા સરસ્વતી ! ત્રાહિમામ ! ત્રાહિમામ ! ત્રાહિમામ


================================


If someone wants to be a part of your life they'll make an effort to be in it so don't bother reserving a space in your heart for someone who doesn't make an effort to stay.
Have a bless day all ♥

==================================