Like This Blog

Develop Your Business Website

Sunday, October 2, 2011

Today in Facebook




में ऒर मेरी तन्हाई अकसर ये बाते करती है.. की बापु तुम होते तो कैसा होता
तुम हर वो घोटाले पर अपना रोष दिखाते, ऒर हर वो दंगे पर अपनी चिंता जताते,
तुम "पवार" को सादगी कि नसीहत देते, ऒर मनमोहन को निडरता के पाठ पढ्वाते,
तुम "मोदी" को वाणी का संयम समझाते, ऒर "राज" को नम्रता का महत्व बतलाते,
तुम "मेघा" को प्रगती का बलिदान समझाते, ऒर दक्षीण की जया को दुबला बनवाते
तुम लालु को इंसान बनाते, ऒर अनाज खाने का महत्त्व समझाते,
तुम SMS कर के KBC में अपना लक देश के लिय अजमाते,
तुम शायद पाक को हर हफ़्ते समझाने जाते ऒर वो तुम्हे हर बार उलटे पांव लौटाते
तुम राहुल को साबरमती बुलवाते, और अगर वो आते तो कुछ पायखाने साफ़ करवाते,
तुम सोनीया को राजकारण से दुर रहेना कहते और समाज सेवा का मर्म समजाते
तुम दाउद को मिलने का सोचते ऒर शायद उनके प्यादे तुम्हारे आश्रम के लिये ही चंदा भिजवाते,
तुम क्या क्या करते, और क्या क्या नही करने का दर्द सहते, और गम में डुब जाते,
पर अन्ना को देखकर तुम खुश हो जाते, शायद उसे ही उम्मीद की किरण मान जाते,
पर, बापु सच कहेता हु, अच्छा है, तुम नही हो..तुम्हे हसता देखा है, तो फ़िर कैसे तुम्हे रुलाते
हम तो झेंल रहे है हारकर, हंसकर, सबकुछ, पर तुम्हे कैसे झेलने को सम्झाते
में ऒर मेरी तन्हाई अकसर ये बाते करती है.. की बापु तुम होते तो कैसा होता

by the way... HAPPY BIRTHDAY "BAPU"



=================================

ગરબાની રીતે તું ગરબાને ગા,
આ કોઈ રેપ નથી, સાલસાનાં સ્ટેપ નથી, લોહીની લાલી છે, મેકઅપનો લેપ નથી.
આવડતું ના હોય તો શીખી લે જા. – ગરબાની

ડી. જે. નું બેન્ડ છે, સાથે ગર્લ-ફ્રેન્ડ છે, બોલીવુડ ટ્યુન્સ પર ફરવાનો ટ્રેન્ડ છે,
રમવા ક્યાંથી આવે જગદંબે મા !– ગરબાની

તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારી સંસ્કૃતિને તારો આધાર છે,
દસ દિવસ માટે તો ગુજરાતી થા. – ગરબાની

મસમોટા ગ્રાઉન્ડમાં, કાનતોડ સાઉન્ડમાં, અસ્તવ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં,
હાલ થયા ગરબાના સરવાળે આ !– ગરબાની

- શ્યામલ મુનશી


==========================================


અમે નીકળીએ જો નભમાં,તો સાત ઘોડા લઇ
અને વિહરીએ ધરા પર, કબીરી દોહા લઇ
ભરી ગયો મારી રગ રગમાં કસ્તુરીની મહેક
એ શખ્સ આવ્યો'તો એકાદ મુઠી ચોખા લઇ
થયો જો દૂર નજરથી તો સાદ પાડું છું
હતો સમક્ષ તો બેસી રહ્યો અબોલા લઇ
'સહજ્ જે પંક્તિઓ હું ગણગણ્યો સ્વગત મનમાં
સમીર ગાતો રહ્યો રાતભર હિલોળા લઇ
-વિવેક કાણે-

=================================

While Praying, a Man asked, "Who are You Lord?"
God Answered, "I AM"
"But Who is I AM?"
God Replied:> "I AM LOVE, I AM PEACE, I AM GRACE,I AM JOY, I AM THE WAY THE TRUTH AND THE LIFE,I AM THE COMFORTER, I AM STRENGTH, I AM SAFETY,I AM SHELTER, I AM POWER, I AM THE CREATOR,I AM THE BEGINNING AND THE END, I AM THE MOST HIGH"!
The man moved the tears. "Now I understand, LORD. But who am I?

GOD' wiped his tears and said, "YOU ARE MINE"!!
~BE INSPIRED....:))

==================================

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે,
ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું,
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે,
ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે
ત્યારેતણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે,
ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે,
સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે,
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે,
નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું,
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે,
- હેમંત પૂણેકર

==============================

સૌ કહે છે મારો મારો પણ કોઈનો નથી આ રૂપિયો
આજ મારો અને કાલે બીજાનો કોઈનો નથી રૂપિયો
ભાઈ ભાઈ થી વેર કરાવે સગો નથી કોઈનો રૂપિયો
દોસ્તી અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો
લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની ભાષા છે રૂપિયો
એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો રૂપિયો
કાલીયા ને પણ સુંદરી અપાવે રૂપાળો આ રૂપિયો
રૂપિયાનું તું રૂપ જોઇલે સૌથી રૂપાળો આ રૂપિયો
એના વગર સઘળું અધારુ ચળકાટ છે આ રૂપિયો
માન અને સાન અપાવે સ્વાભિમાની આ રૂપિયો
મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો છે રૂપિયો
ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે રૂપિયો
સબધ,લાગણી,પ્રેમ કઈ નથી જોતો આ રૂપિયો
ક્લયુગમાં સૌ બોલે છે કે સૌથી મોટો રૂપિયો
-ભરત સુચક

=============================

પ્રેમ ના પ્રમેય ઉકેલવામા, અમે કાચા પડ્યા
સંબધોના સરવાળા કરવામા,અમે કાચા પડ્યા.
ભ્રમના ભાંગાકાર મા ભાંગતો રહ્યો હુ જીંદગી
ધનિસ્ટાના ધનમુળ શિખવામા , અમે કાચા પડ્યા
એ કહેતા એ બધુ અમે સાચુ માની ચાલવા લાગ્યા
વાહિયાત વાતોનુ વર્ગમુળ સમજવામા, અમે કાચા પડ્યા.
જીવન આખુ તેને સમજવા અને સમજાવા મા ગયુ
બહેંશની બાદબાકી કરવામા,અમે કાચા પડ્યા .
અંગના આકડા શાસ્ત્રમા રચ્યા પચ્યા એવા રહ્યા કે
તેના ગુણના ગણિત ઉકેલવામા, અમે કાચા પડ્યા

=============================

સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?

સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!

બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !

વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !

વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!

આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !

હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી ......કે.કે~~એક અન્જાન મુસાફિર

==========================================

તૂટેલા સંબંધો સાંધવાથી નવાં નવાં સંબંધો બંધાતા નથી ,વિશ્વાસ તૂટ્યાં પછી જગ
ભલે જીતાય પણ ઘસરકા સહેલાઇથી ભૂસાતા નથી !

=========================================

દેશ તો આઝાદ થાતાં થઇ ગયો,
તે શું કર્યું ?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?
' લાંચરુશ્વ્ત,ઢીલ,સત્તાદોર,મામામાશીના,
કાળા બજારો,મોંઘવારી : ના સીમા ! '
રોષથી સૌ દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાનેય શિર આવે ન,જો તે શું કર્યું ?
આપબળ ખર્ચ્યું પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તે શું ભર્યું ? ____ઉમાશંકર જોશી


===========================================


સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય.

==========================================

While Praying, a Man asked, "Who are You Lord?"
God Answered, "I AM"
"But Who is I AM?"
God Replied:> "I AM LOVE, I AM PEACE, I AM GRACE,I AM JOY, I AM THE WAY THE TRUTH AND THE LIFE,I AM THE COMFORTER, I AM STRENGTH, I AM SAFETY,I AM SHELTER, I AM POWER, I AM THE CREATOR,I AM THE BEGINNING AND THE END, I AM THE MOST HIGH"!
The man moved the tears. "Now I understand, LORD. But who am I?

GOD' wiped his tears and said, "YOU ARE MINE"!!
~BE INSPIRED....:))


=========================================


મારી ઉમર ૭૩ વર્ષની છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે:
હે ભગવાન !
તું મને એકાંત માણવાની
અને શાંતિને શણગારવાની
તાકાત આપજે.
મારી નવરાશ એ મારી સંપત્તિ છે.
અને મારી એકલતા મારો વૈભવ છે,
એવી પ્રતીતિનો પ્રસાદ મને આપજે.
ક્યારેક કોઈ મારી ખાનગી પ્રાર્થનામાં
ખલેલ પહોચાડે ત્યારે મને પણ
એવું કહેવાની તક આપજે કે
હું હમણાં BUSY છું
- ગુણવંત શાહ


==================================


સાકી સુરા ને શાયરી મુહોબ્બત બનાવી દઉં
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં

હથેલી તણી લકીરને કિસ્મત બનાવી દઉં
એ રીતે જીવવાતણું બહાનું બનાવી દઉં

અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં

કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં
એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં

- કમલેશ સોનાવાલા


===============================
Related Posts Plugin for WordPress, Blogger...