Like This Blog

Develop Your Business Website

Saturday, October 1, 2011

From Wordpress




એ ‘પ્યારે-મોહન’ બકરીનું દૂધ પીતો’તો એટલે તો ખરો…પણ પોતાની મોહક વાક્છટા દ્વારા અને અમલ થકી ભલભલાંને ‘ભૂ પીવડાવી’ દેતો એટલે વખણાયો… (Communication Skill)

આ કાઠીયાવાડી ‘બાપુ’ તેના બિસ્તરા-પોટલાં સાથે દ.આફ્રિકાના એક પ્લેટફોર્મ પર ના-ઈન્સાફીથી ફેંકાઇ ગયો એટલે તો ખરો…પણ પછીથી ‘સર’ કહેવાતા લાખો અંગ્રેજોને ધક્કો માર્યા વગર સર-સામાન સહિત ભારતની બહાર ફેંકી દીધાં એટલે વખણાયો…. (Consistency in Passion)

આ કરમચંદ-બેટાએ પોતાના કપડાં ઉતારી નાખી પોતડી ધારણ કરી એટલે તો ખરો…પણ ચરખા દ્વારા ભારતની અને ભારતીયોને ઈજ્જતના સુઘડ પોશાકનું પ્રોડક્શન કરી આખા જગમાં ફેલાવ્યો એટલા માટે વખણાયો… (Less Investment…More Return)

એ પૂતળીબાઇ-પુત્ર તેના સુકલકડી શરીરથી તો ખરો…પણ પછીથી ગેંડા-ચામડી ધારણ કરી અંગ્રેજી ધોધ-માર સહન કરી અંગ્રેજો માટે મિસ્ટર ‘ગેંડી’ બનીને વરસ્યો એટલે વખણાયો… (Persistence)

આ ‘રાષ્ટ્રપિતા’ બચપણમાં બાપથી ગભરુ એટલે ટોળાંથી પણ ડરતો તોયે જવાનીમાં ડર્યા વગર ટોળાંઓમાં રહીને ભલભલા ખેરખાંઓનો ગબરૂ ‘બાપ’ બન્યો એટલે વખણાયો… (Leadership Skill)

એ ‘કસ્તુરપતિ‘ તેના સત્યના પ્રયોગોને લીધે તો ખરો…પણ સાત્યિક વિચારોના વાઈરસને લોકોના મગજોની લેબમાં વર્ષોવર્ષ જીવંત રાખી ગયો એટલે વખણાયો… (Creating Own Rules and Ethics)

આ ‘ગાંધી’ ‘મહાત્મા’ના નામે બ્રાન્ડિંગ થયો એટલે તો ખરો…પણ આ બ્રાન્ડિંગના ઓથે પ્યુનથી પ્રેસિડેન્ટ સુધીના દરેકની સાથે ‘બોન્ડિંગ’ કર્યું એટલે વખણાયો… (Reliable Branding)

એ ‘બેરિસ્ટરે’ આફ્રિકામાં ફક્ત ‘સત્યાગ્રહ’ શબ્દ આપ્યો એ બરોબર…પણ તેનું દાંડીમાં- ધરાસણામાં- બારડોલીમાં- બોરસદમાં, રાજકોટમાં- રાસમાં, આફ્રિકામાં- અડાસમાં ….અરે આખા આલમમાં….છુટ્ટે હાથે અને પગે પ્રમોશન કર્યું એટલે વખણાયો… (Advertising & Promotions)

અરેરેરે!!!!….આ ‘ભાઈ’ તો ગોડસેની ગોળીઓથી હણાયો એટલે ખરોઓઓઓઓઓહ પણ…’ફોર ગોડ સેક’……બુલેટપ્રૂફ પુણ્યાત્મા થકી હંમેશા જીવંત રહ્યો છે એટલે વખણાયો…. (Establishing YOUnik Persona)

એ દસ-નંબરી નહીં પણ ‘પોર’બંદરી વાણિયો હતો એ તો સમજ્યા…પણ દેશી-વિદેશીઓ સાથે પણ વ્યવહારુ વેપાર કેમ કરી શકાય એ માટે વખણાયો…. (Selling & Customer Relationship Skill)

મારી નજરમાં આ ‘હરિશ્ચન્દ્ર ફેન’ દેશ-દેશાવરમાં સચ્ચાઈવાળા વિચારો અને અમલો થકી સત્યાગ્રહની ‘આંધી’ ફેલાવનાર એક ‘સુપર માર્કેટર’ હતો, છે અને રહેશે. તમે, હું કે આપણે સૌ કોઈ દુધના ધોયેલા નથી. પરફેક્ટનિસ્ટનું બિરુદ ઓલરેડી લઈને જન્મ્યા હોવા છતાં ફેક્ટ્સ અપનાવવામાં વધુ ભાગે ઢીલાં રહીએ છીએ અને જ્યારે કોઈ આ જ ‘ફેક્ટ’ને ‘સત્યાગ્રહ’નું નામ આપી મિશન શરુ કરે છે ત્યારે તેના તૈયાર બનેલા પ્લેટફોર્મ પર આપણા નાટકો પરફોર્મ કરવાનો લાભ લેવા માટે દોડાદોડી કરતા રહીએ છીએ. (મુન્નાભાઈ હો કે અન્નાભાઈ….બોલે તો ….સુનને કાઈ ચ નયી ક્યા!)

ગાંધીસેઠથી સેઠ ગોડીન દરમિયાન જન્મેલા અગણિત પૂર્વ-પશ્ચિમી સુપર માર્કેટર્સ કોઈક ને કોઈક રીતે પોતાના પુસ્તક કે વ્યાખ્યાનમાં તેમના સુપર ક્વોટ્સ દ્વારા ગાંધી-ગાથા હજુયે કહી રહ્યાં છે. જેમાં…

તમે જેવા છો…તમારી પ્રોડક્ટ કેવી પણ છે…તમારી સેવા જેવી(તેવી) પણ છે…તમારી બાયોડેટા (ના) ગમે તેવી છે….પણ…જે છે તેનું સાચાપણું સ્વીકારી તમને ‘પ્રોડકટિવ માર્કેટિંગ મિશન’ રચવું જ છે તેમ માની કાંતિકારી પગલાં કેવા, કેવી રીતે ભરી શકાય તે વિશે સજાગ બનવાની વાત પણ થઇ છે.

Related Posts Plugin for WordPress, Blogger...