Like This Blog

Develop Your Business Website

Sunday, October 16, 2011

ચટપટા 'બેંગાલી આલુ પોસ્તો'







2 વ્યક્તિઓ માટે બનાવો બેંગાલી આલુ પોસ્તો

સામગ્રી:

3 બટાટા (છાલ ઉતારીને સમારેલા)
1 ટેબલસ્પૂન ખસખસના દાણા (શેકેલા)
2 સૂકા લાલ મરચા
2 લીલા મરચા
1/4 ટી સ્પૂન હળદર
1 1/2 ટેબલસ્પૂન તેલ
1 1/2 કપ પાણી
મીઠું સ્વાદ અનુસાર
કોથમિર, ગાર્નિશ કરવા માટે

રીત:

- પાણી, ખસખસના દાણા અને લીલા મરચાને સાથે ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવીને બાજુ પર મૂકી દો.
- અડધા ભાગના તેલને એક પેનમાં ગરમ કરો. સમારેલા બટાટાને મધ્યમ આંચ પર તેલમાં તળો. હવે તેને પેપર પર નિતારી લો.
- હવે બાકીના તેલને તે જ પેનમાં ગરમ કરો. સૂકા લાલ મરચા અને હળદરને મિક્સ કરો.
-હવે તેમાં ખસખસની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને મધ્યમ ધીમી આંચ પર 3 મિનીટ સુધી તળો અને જ્યારે તેલ પેનની કિનારીને છોડવા લાગે ત્યા સુધી તળો.
- હવે તેમાં તળેલા બટાટા ઉમેરો અને બરાબર મિક્સ કરો. પાણી અને મીઠું ઉમેરો.
-ઢાંકીને ધીમી આંચ પર 10 મિનીટ સુધી પાકવા દો જેથી બટાટા નરમ થઈ જાય.
- હવે કોથમિરથી ગાર્નિશ કરીને ગરમ ગરમ સર્વ કરો.
Related Posts Plugin for WordPress, Blogger...